fbpx

પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા વિભિન્ન કેટેગરીમાં સભ્યોને એવોર્ડ અને સર્ટિફિકેટ અપાયા

Spread the love

સુરત. ઉધોગ સહસિકાઓને તેઓને ઉદ્યોગ – વ્યાપારને વિકાસના પંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રોગ્રેસ એલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સનો ઉદ્દેશ્ય તેના સભ્યોના વેપાર ઉદ્યોગના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે. પ્રોગ્રેસ એલાયન્સનો દરેક સભ્ય ગોઇંગ ટુ ગેદરની ભાવના સાથે આખું વર્ષ માત્ર કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એક બીજાના વ્યાપાર ઉદ્યોગને આગળ વધારવામાં મદદ કરે છે. ત્યારે એક પીએ સભ્ય જ્યારે બીજા પીએ સભ્ય માટે, તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ છીએ અને તેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરીએ છે. ત્યારે આ વખતે પણ પ્રોગ્રેસ એલાયન્સની એક્સાલન્સ ઇવેન્ટની સાથે જ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈ પરફોર્મન્સ કરનારા સભ્યોને એંત્રેપ્રેન્યુર ઓફ ધ ઇયર, રાઇજીંગ સ્ટાર ઑફ ધ ઇયર, બિઝનેસ લીડર ઓફ ધ ઇયર, ઇન્સ્પાયરિંગ આઇકોન ઓફ ધ ઇયર જેવી કેટેગરીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસ એલાયન્સની સ્થાપના દસ વર્ષ પુરા થયા છે ત્યારે માત્ર 8 સભ્યો સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે 2500 થી વધુ સક્રિય સભ્યો છે.

error: Content is protected !!