fbpx

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો,16 વર્ષનો છોકરો 10 વર્ષની કિશોરીને ભગાડી ગયો

ગુજરાતના અરવલ્લીના એક ગામડામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બધા માતા-પિતા માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો નાની ઉંમરે સોશિયલ મીડિયા પર એક્ટીવ છે.

અરવલ્લીના ગામમાં રહેતી એક 10 વર્ષની સગીરાનું એક 16 વર્ષના કિશોરી 31 ડિસેમ્બરે અપહરણ કર્યું હતું. સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરૂણી અને કિશોર બંનેને પકડી પાડ્યા અને ખબર પડી કે 16 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું.

પોલીસને તપાસમાં ખબર પડી કે સગીરા તેની માતાના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને આ 16 વર્ષના કિશોર સાથે નિયમિત ચેટ કરતી હતી. સગીરાની મોટી બહેન અને સગીરાએ 2 એકાઉન્ટ બનાવ્યા હતા. સંતાનો કોની સાથે વાત કરે છે, કોણ મિત્રો છે એ બધી બાબતોનું ધ્યાન માતા-પિતાએ જ રાખવું પડે.

Leave a Reply