Xiaomi સબ-બ્રાન્ડ Redmiએ આખરે આજે એટલે કે 6 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં તેનો પ્રથમ એન્ટ્રી-લેવલ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Redmi 14C 5G છે. આ એક બજેટ ફોન છે અને તેમાં સારા ફીચર્સ જોવા મળી રહ્યા છે. તેમાં 50MP કેમેરા, 5,160mAh અને રિફ્રેશ રેટ 120Hz છે. ચાલો તેની કિંમત, વિશિષ્ટતાઓ અને કેમેરા વગેરે વિશે વિગતવાર જાણી લઈએ.
Redmi 14C 5Gની શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે. તે ત્રણ વેરિયન્ટ્સમાં આવે છે, જે 4GB+ 64GB, 4GB+ 128GB અને 6GB+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટ્સ છે. તેમની કિંમતો અનુક્રમે રૂ. 9,999, રૂ. 10,999 અને રૂ. 11,999 છે. તેનું પ્રથમ વેચાણ 10 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. જો કે, કંપનીએ હજુ સુધી ફોન પર બેંક ઓફર અથવા લોન્ચ ડિસ્કાઉન્ટની વિગતો આપી નથી. ફોન ત્રણ કલર વિકલ્પોમાં આવે છે સ્ટારલાઇટ બ્લુ, સ્ટારડસ્ટ પર્પલ અને સ્ટારગેઝ બ્લેક. જ્યારે પર્પલ અને બ્લેક વેરિઅન્ટ્સ આકર્ષક મોનોક્રોમેટિક લુક આપે છે, ત્યારે બ્લુ વેરિઅન્ટને ઓમ્બ્રે ફિનિશ મળે છે, જે ઉપરથી સિલ્વરથી નીચે વાદળી રંગમાં બદલાય છે.
Xiaomi Redmi 14C સ્માર્ટફોન એ Redmi 13Cનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, Redmi 13C 4G વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ટોપ-10 સેલિંગ સ્માર્ટફોન્સની યાદીમાં 9મા સ્થાને હતો. એપલ અને સેમસંગ સિવાય આ એકમાત્ર હેન્ડસેટ હતું જેણે ટોપ-10માં સ્થાન મેળવ્યું હતું.
Redmi 14C 5Gમાં 6.88-ઇંચ HD+ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તે TUV Rhineland પ્રમાણપત્ર અને 600 Nitsની પીક બ્રાઈટનેસ ધરાવે છે. Redmi 14C 5Gનો પાછળનો ભાગ કાચનો બનેલો છે જે તેને પ્રીમિયમ લુક આપે છે.
Redmi 14C 5Gના આ ફોનમાં Qualcomm Snapdragon 4 Gen 2 ચિપસેટ આપવામાં આવ્યા છે. તેની સાથે યુઝર્સને 4GB અને 6GB રેમના ઓપ્શન મળશે. આ સિવાય સ્ટોરેજના ત્રણ વેરિયન્ટ આપવામાં આવ્યા છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત Xiaomi HyperOS પર કામ કરે છે.
Redmi 14C 5Gનો આ ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. આમાં પ્રાથમિક કેમેરા 50MPનો છે. તેમાં 2MP સેકન્ડરી કેમેરા સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Redmi 14C 5Gમાં 5,160mAh બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જો કે, બોક્સમાં 33W ફાસ્ટ ચાર્જર ઉપલબ્ધ હશે. આ ફોન IP52 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે. તેમાં USB Type-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક પણ હશે.