નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.
ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.
પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી પત્નીએ આવીને કહ્યું હોત કે, નીતિન જાનીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો વાત અલગ હતે, પરંતુ આવું કશું બન્યું નથી.