fbpx

મહાકુંભ મેળા માટે ડૉ.પ્રવિણ તોગડીયાએ કરી છે 45 દિવસ માટે નિશુલ્ક વ્યવસ્થા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને 10 કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે જવાના છે. દર 12 વર્ષ પછી  મહાકુંભ મેળાનું આયોજન થાય છે.

પ્રયાગરાજમાં આયોજિક મહાકુંભ મેળા માટે  આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદના પ્રમુખ ડૉ.પ્રવિણ તોગડીયાએ શ્રદ્ધાળુઓ માટે પુરી વ્યવસ્થા ગોઠવેલી છે. મહાકુંભમાં આવનાર કોઇ પણ હિંદુ માટે જમવાની, રહેવાની, ચા –નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે અને તે પણ બિલકુલ નિશુલ્ક. શ્રદ્ધાળુઓ પાસેથી કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. આંતર રાષ્ટ્રીય હિંદુ પરીષદે 1 લાખ ધાબળાની પણ વ્યવસ્થા રાખી છે. 45 દિવસમાં 1.25 કરોડ લોકોને ફ્રી ભોજન અપાશે અને ચાની વ્યવસ્થા 24 કલાક ચાલુ રહેશે.

Leave a Reply