fbpx

સંપત્તિ મેળવ્યા પછી માતા-પિતાને એકલા કરી દેનારા સંતાનોને સુપ્રીમ કોર્ટની લપડાક

Spread the love

માતા-પિતાની સંપત્તિ મેળવી લીધા પછી તેમની કાળજી ન રાખનારા અને તેમને એકલા મુકી દેનારા સંતાનો સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે.મધ્ય પ્રદેશ હાઇકોર્ટના એક ચુકાદાને પલટીને સુપ્રીમે કહ્યું કે, હવેથી સંપત્તિ મેળવ્યા પછી જો સંતાનો માતા-પિતાનું ધ્યાન નહીં રાખશે તો  સંપત્તિ રદબાતલ કરી દેવામાં આવશે.

મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં એક મહિલાએ તેના પુત્રને ટ્રાન્સફર કરેલી સંપત્તિ રદબાતલ કરી દેવા  અરજી કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, ગિફ્ટ ડીડમાં એવી કલમ નથી કે જે બાળકોને માતા-પિતાની સંભાળ રાખવા માટે બંધનકર્તા હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ કાયદા અધિનિયમ વેલ્ફેર ઓફ ધ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ હેઠળ જો સંતાનો માતા-પિતાને એકલા પાડી દે તો સંતાનોને મળેલી મિલ્કત રદબાતલ કરી દેવામાં આવશે.

error: Content is protected !!