fbpx

અંજી ખાડ બ્રિજને 100% ફ્લેટ સ્ટીલ પુરવઠો પૂરો પાડી AM/NS Indiaએ સિધ્ધિ મેળવી

સુરત-હજીરા, જાન્યુઆરી 08, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)નો હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ એન્જિનિયરીંગની અજાયબી ગણાતા અંજી ખાડ બ્રિજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ગર્વ અનુભવે છે, જ્યાં રેલવે દ્વારા તાજેતરમાં જ પ્રથમ લોડેડ ટ્રેનનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારતના પ્રથમ અને એકમાત્ર કેબલ-સ્ટેયડ રેલ બ્રિજ માટે 100% ફ્લેટ સ્ટીલ (~7,000 મેટ્રિક ટન)નો પુરવઠો પૂરો પાડ્યો છે, જેમાં મહત્તમ સ્ટીલનો ઉપયોગ કરીને નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)ના કટરા અને રિયાસી વિભાગને જોડતો, અંજી ખાડ બ્રિજ – એક ભારતીય બહુરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અને બાંધકામ કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે, જે નવીનતા અને અનુકૂલનક્ષમતાનું પરિણામ છે.

દેશના ઉત્તરીય ભાગ, કે જ્યાં પ્રખ્યાત ચેનાબ નદી ભૂ-પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાં એન્જિનિયરીંગ ક્ષેત્રની અજાયબી સમાન અંજી ખાડ બ્રિજ દેશમાં નિર્માણ થઈ રહેલા અદ્દભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ એકમાત્ર વ્યાખ્યાયિત નથી કરતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલા ‘વિકસિત ભારત’ તરફના માર્ગને પણ રેખાંકિત કરે છે. કેન્દ્રીય રેલમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળ ટ્રાયલ રનનો હાલમાં જ એક વિડિયો શેર કર્યો હતો.

રંજન ધર, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ, AM/NS India ગર્વથી જણાવે છે કે, “ગુજરાતના હજીરા સ્થિત અમારા ફ્લેગશિપ પ્લાન્ટથી અમને આ એન્જિનિયરિંગ અજાયબી માટે વર્લ્ડ-ક્લાસ સ્ટીલ પૂરું પાડવાની જે તક મળી તે અમારા માટે ખૂબ મોટા સમ્માનરૂપ છે. અમારી ટીમે જીણવટપૂર્વક ફેબ્રિકેશનનું કાર્ય પાર પાડ્યું છે અને આ પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ ધારા-ધોરણોનું પાલન કર્યું છે. શરૂઆતથી જ આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં અમારું યોગદાન અમારી પ્રતિભા દર્શાવે છે.”

વધુ ઉમેરતાં ધર જણાવે છે કે, “આ પરિવર્તનકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના નિર્માણ માટે પ્રતિષ્ઠિત જાહેર અને ખાનગી હિતધારકો સાથેનું અમારું સમન્વય ‘વિકસિત ભારત’ માટેના લક્ષ્યાંકને હાંસિલ કરવાની અમારી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે. એકબીજાની શક્તિઓનો ઉપયોગ અને કુશળતાની વહેંચણી કરીને, અમે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ નથી કરી રહ્યા, અમે ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ.” કંપનીએ 70% કરતાં વધુ ફ્લેટ સ્ટીલની જરૂરિયાતો પૂરી કરીને – વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ – ચેનાબના નિર્માણમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, આ બે એન્જીનિયરીંગ અજાયબીઓ સ્વદેશી પરાક્રમ સાથે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવાની રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

AM/NS Indiaની કુશળતાઃ અંજી ખાડ અને ચેનાબ બ્રિજ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ માટે ખાસ પ્રકારના સ્ટીલની જરૂરિયાતો પૂરી પાડવાની AM/NS Indiaની કુશળતા તથા લોજિસ્ટિકલ ક્ષેત્રે સર્જાયેલા પડકારોનો ઉકેલ મેળવવાની ક્ષમતા દર્શાવે છે: મોટાપાયે મટીરિયલ્સની જરૂરિયાત: બંન્ને મહાકાય પ્રોજેક્ટ્સ માટે ખાસ પ્રકારના સ્ટીલની મોટા પ્રમાણમાં માંગ થઈ હતી. AM/NS Indiaએ આ ખાસ પ્રકારના સ્ટીલનો પુરવઠો સુનિશ્ચિત કરાવ્યો હતો. ચોક્કસાઈપૂર્વક ઉત્પાદનનું આયોજન: ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સ્ટીલના જથ્થાની માંગને સમયસર પહોંચી વળવા કંપનીએ તેની વિવિધ સુવિધાઓ વચ્ચે યોગ્ય સંકલન કર્યું હતું. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ: સંભવિત વિક્ષેપોનું સંચાલન કરવા અને પુરવઠાના પ્રવાહને સતત જાળવી રાખવા માટે ગ્રાહકો સાથે જીણવટપૂર્વકનું સંકલન કરવામાં આવ્યું હતું. અંતરિયાળ વિસ્તાર: બંને પ્રોજેક્ટ્સ પડકારરૂપ ભૌગોલિક પ્રદેશોમાં સ્થિત છે, જેના કારણે લોજિસ્ટિકલ અવરોધો ઉભા થયા હતા, આ પડકારોને દૂર કરવામાં AM/NS Indiaને જીત મળી છે. કાર્યક્ષમ પુરવઠા નેટવર્કની સ્થાપના: જટિલ માર્ગ પરિવહન અને અપૂરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અવરોધ છતાં સ્ટીલના જથ્થાની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વિવિધ પરિવહન વિક્લ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મજબૂત ઈન્વેન્ટરી મેનેજમેન્ટને અમલમાં મૂકવું: બાંધકામ સ્થળે પુરવઠાના વધ-ઘટની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટોકયાર્ડ્સનું વ્યૂહાત્મક રીતે મેનેજમેન્ટ અને ઈન્વેન્ટરીના સ્તરની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી હતી.

Leave a Reply