fbpx

ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરા પછી હવે લીધો બીજો મોટો નિર્ણય

ઉત્તરાયણને હવે 3 દિવસની વાર છે અને ગુજરાતનો આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.

ગુજરાતમાં ચાઇનીઝ દોરો, નાયલોન દોરા પર પ્રતિબંધ છે જ, પરંતુ હવે કાચથી ઘસેલા દોરા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે કોર્ટને ખાત્રી આપી છે કે 11 તારીખથી 15 જાન્યુઆરી સુધી કડક એકશન લેવામાં આવશે

ચાઇનીઝ, નાયલોન જેવા દોરા  અનેક વખત ઘાતક સાબિત થયા છે અને લોકોના ગળા કપાઇ જવાના અને મોતના બનાવો બનતા હોય છે. પશુ-પક્ષીઓના પણ દોરાને કારણે મોત થાય છે.

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નિર્ણય લીધો છે.

Leave a Reply