fbpx

સુરત, રાજકોટ અને વડોદરામાં ભાજપ મહિલા પ્રમુખની વરણી કરે તેવી ચર્ચા

ગુજરાત ભાજપમાં  શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે રાફડો ફાટતા ભાજપ મોવડી મંડળ હવે સોટી ઉગામવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રમુખના નામો ગમે ત્યારે જાહેર થવાની ગણતરી વચ્ચે મોવડી મંડળ મોટા નિર્ણયો લઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીથી મોટા ભાગના નામ પર મહોર મારી દેવામાં આવી છે. પરંતુ સુરત, રાજકોટ અને વડોદરામાં ભાજપના વિવિધ જૂથોમાં વધેલા આંતરકલહને કારણે મહિલાને તક આપવામાં આવી શકે છે. સૂત્રો મુજબ, આ ત્રણ શહેરમાં ભાજપમાં ચાલતા જૂથવાદને ઠારવા માટે મોવડી મંડળ વચલા રસ્તા તરીકે મહિલા નેતાને પ્રમુખ પદ આપી શકે છે.

આ ત્રણ શહેર એટલે કે સુરત, રાજકોટ અને વડોદરામાં મહિલા પ્રમુખ તરીકે કેટલાક નામો ચર્ચામાં છે. વડોદરામાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડૉ.જિગિશા શેઠને તક મળી શકે છે. રાજકોટમાં પૂર્વ મેયર રહી ચૂકેલા બીના આચાર્ય તથા રક્ષા બોળિયા રેસમાં છે. સુરતમાં શહેર પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના કહેવા મુજબ, માત્ર બાયોડેટા આપી ગેયલા નેતાઓમાંથી જ નવા પ્રમુખની પસંદગી કરવી તેવું જરૂરી નથી. સરપ્રાઇઝ એન્ટ્રી પણ થઈ શકે છે. આ કારણોસર તાજેતરમાં ગુજરાતના નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી અને શહેર પ્રમુખના નામની ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ બનવા સેન્સ પ્રક્રિયા વખતે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. વડોદરામાં બબાલ પણ થઈ હતી. કેટલાક નેતાઓએ ગોડફાધર દ્વારા તેમને આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ કર્યું હતું.

Leave a Reply