fbpx

અમદાવાદની શાળામાં 8 વર્ષની વિદ્યાર્થિની ઢળી પડી, નિધન

Spread the love

અમદાવાદની એક શાળામાંથી આઘાતજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક 8 વર્ષની વિદ્યાર્થીની શાળામાં આવી, ચેર પર બેઠી અને થોડી જ વારમાં ઢળી પડી. ત્રીજા ધોરણમાં ભણતી આ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તબીબો જીવ બચાવી શક્યો નહીં.

 અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણતી ગાર્ગી તુષારભાઇ રાણપરા શુક્રવારે શાળાએ આવી તે સીડી ચઢીને થાકી ગઇ હતી અને ખુરશી પર બેઠી પછી ઢળી પડી. તબીબોએ પ્રાથમિક રીતે કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોવાનું કારણ આપ્યું છે. જો કે પોસ્ટમોર્મટ રિપોર્ટ આવશે પછી મોતનું સાચું કારણ સામે આવશે.

ગાર્ગી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી તેના માતા-પિતા મુંબઇ રહે છે.

error: Content is protected !!