fbpx

90 કલાક કામ કરવાના એલ એન્ડ ટી ચેરમેનના નિવેદનથી દીપિકા બગડી, કાઢી ઝાટકણી

Spread the love

ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ ગયા વર્ષે સપ્તાહમાં 70 કલાક કામ કરવાની હિમાયત કરી હતી એ પછી ભારે વિવાદ ઉભો થયો હતો. હવે લાર્સન એન્ટ ટોબ્રોના ચેરમેન એસ એન. સુબ્રમણ્યમે કંપનીના કર્મચારીઓને સંબોધનમાં કહ્યું કે, ક્યાં સુઘી ઘરે પત્નીને નિહાળ્યા કરશો, તેના બદલે ઘરે ઓછો સમય અને વધારે સમય ઓફિસમાં આપો. સુબ્રમણ્યમે કહ્યું કે, મારું ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ લઉં.

એલ એન્ડ ટીના ચેરમેનના નિવેદન પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. બોલિવુડ અભિનેત્રી દીપિકા પદુકાણે કહ્યું કે, આ વાત આઘાતજનક છે અને તે પણ સિનિયર પોઝિશન પર બેઠેલા વ્યકિત આવું બોલી રહ્યા છે. પાદુકોણે લખ્યું મેન્ટલ હેલ્થ મેટર્સ.

error: Content is protected !!