છેલ્લી કેટલીંક ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે, રાજકીય પાર્ટીઓએ મહિલાઓ માટેની યોજના મુકવાને કારણે મહિલા મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડી. SBIના એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટેની યોજનાને કારણે 19 રાજ્યોમાં કુલ 1.5 કરોડ મહિલા મતદારો વધી ગઇ છે.
મધ્ય પ્રદેશમાં શિવરાજ ચૌહાણે લાડલી બહેના યોજના શરૂ કરી એ પછી બીજા રાજ્યોએ પણ આવી યોજનાઓ શરૂ કરી હતી.
મધ્ય પ્રદેશમાં લાડલી બહેના યોજના પછી 28.3 લાખ મહિલા મતદારો વધી, મહારાષ્ટ્રમાં 52.8 લાખ, પશ્ચિમ બંગાળમાં 29.1 લાખ મહિલા મતદારો વધી.
કેન્દ્ર સરકારની મુદ્રા લોન યોજનાને કારણે 36 લાખ, આવાસ યોજનાને કારણે 20 લાખ અને શૌચાલય યોજનાને કારણે 22 લાખ મહિલા મતદારો વધી છે.