મહારાષ્ટ્રના 3 ગામોમાં એવી વિચિત્ર બીમારી ફેલાઇ ગઇ છે કે લોકોમાં હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના બોડગાંવ, કાલવડ અને હિંગણા ગામમાં 60 લોકો અચાનક ટાલિયા થઇ ગયા છે. પુરુષો મહિલાઓ આની શિકાર બની રહ્યા છે.
જાણવા મળેલી વિગત મુજબ આ 3 ગામોમાં રહેતા લોકોને પહેલાં માથામાં ખંજવાળ આવે, બીજા દિવસે વાળ હાથમાં આવી જાય અને ત્રીજા દિવસે માથા પરના બધા વાળ ખરીને વ્યકિત ટાલિયો થઇ જાય. આ બીમારી વિશે હજુ ડોકટરો પણ માથું ખંજવાળી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ ગામોમાંથી પાણીના સેમ્પલ લીધા છે. પ્રાથમિક તારણ એવું છે કે પાણીના ક્ષારને કારણે આવું બન્યું હોય શકે છે.
પાણીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે હવે રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે આ વિચિત્ર બીમારીનું કારણ શું છે.