મુંબઇના એક જવેલરનું મોટું ફાયનાન્શીઅલ ફ્રોડ સામે આવ્યું છે. લોકોને વર્ષે દિવસે 48 ટકા રિટર્ન આપવાની આ જ્વેલરે લાલચ આપી હતી જેમાં 1.50 લાખ લોકો ફસાયા છે અને 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.
મુંબઇના દાદર અને અન્ય વિસ્તારોમાં જ્વેલરી શો-રૂમ શરૂ કરનાર ટોરેસએ પોન્ઝી સ્કીમ મુકી હતી. જેમાં ગોલ્ડમાં ઇન્સ્ટમેન્ટ કરનારને વર્ષે 48 ટકા રિટર્ન, સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 96 ટકા અને મોર્સેનાઇટ સ્ટોનમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 520 ટકા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. દર સપ્તાહે રિટર્નની રકમ આપી દેવામાં આવી હતી.
એ પછી અચાનક પેમેન્ટ આવતું બંધ થઇ ગયું હતું. પોલીસે ટોરેસના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે, પરતું માસ્ટર માઇન્ડ માલિકો ફરાર થઇ ગયા છે.