fbpx

હોટલોમાં ખાવાનો ચસકો હોય તો ધ્યાન રાખજો, ગુજરાતમાં 800 કિલો નકલી પનીર પકડાયું

Spread the love

જો તમને હોટલોમાં ખાવાનો ચસકો હોય, મનપસંદ હોટલોમાં પનીરનો ટેસ્ટ કરતા હો તો તમારે હોસ્પિટલના બિલ ભરવા તૈયાર રહેવું પડશે. તમે જે પનીર આરોગી રહ્યા છો તે આરોગ્ય પ્રદ કે પ્રોટીનથી ભરપૂર ન પણ હોય શકે.રાજકોટમાં 800 કિલો પનીર એક ફેકટરીમાં પકડાયું જેમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું. નકલી પનીર ફેકટરીમાં બનતું હતું, જે મોટી મોટી હોટલોમાં સપ્લાય થતું હતું.

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને  એક ફેકટરીમાંથી 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લીધો છે. આ નકલી પનીરમાં દુધનો વાસી પાવડર, એસિટીક એસિડ અને હલકી કક્ષાનું પામ ઓઇલ મિક્સ કરવામાં આવતું હતું. સેમ્પલને વડોદરા એક લેબમાં ટેસ્ટ માટે મોકલાયું હતું , જેમાં અખાધ હોવાનું અને આરોગ્ય માટે હાનિકારક જણાયું હતું.

error: Content is protected !!