ઉત્તરાયણ ગુજરાતનો સૌથી મોટો તહેવાર માનવમાં આવે છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના છે એટલ ઉત્તરાયણના પર્વમાં 3 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી અમિત શાહના કાર્યક્રમો છે. ઉત્તરાયણ વખતે મોટેભાગે અમિત શાહ ગુજરાત આવતા હોય છે.
અમિત શાહ 13 જાન્યુઆરી સાંજે અમદાવાદ આવી પહોંચશે. 14 જાન્યુઆરી તેમના સંસદીય વિસ્તારોમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે પતંગની મજા માણશે. એ પછી ઘોટલોડીયામાં પોલીસ સ્ટેશનું ઉદઘાટન અને આવાસ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે.
15 જાન્યુઆરીએ અમિત શાહ કડી, માણસામાં સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે. 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા ત્યાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે.
પછી દિલ્હી જવા રવાના થશે.