Online ટ્રેડીંગ પ્લેટફોર્મ જેરોધાના કો. ફાઉન્ડર નિખિલ કામથે તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રનો ઇન્ટરવ્યૂ લીધો હતો. કામથે PM મોદીને સવાલ પુછ્યો કે તમારી જિંદગીનો સૌથી કષ્ટદાયક દિવસ કયો હતો? PM મોદીએ જવાબ આપતા કહ્યું કે, જ્યારે અમેરિકાએ મારા વિઝા રદ કરી દીધા હતા એ મારા માટે સૌથી કષ્ટદાયક દિવસ હતો. એ પછી હું ઘણો પરેશાન રહ્યો અને મોટો ઝટકો લાગ્યો હતો, કારણકે આ સરકાર અને દેશનું અપમાન હતું. હું વ્યકિતગત અમેરિકાની મુલાકાત કરું તે મહત્ત્વનું નહોતું, પરંતુ તે વખતે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો.
વર્ષ 2002માં ગોધરા કાંડને પગલે અમેરિકાએ PM મોદીના વિઝા રદ કરેલા અને વર્ષ 2014 જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમેરિકાએ ફરી વિઝા રિન્યુ કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, તે વખતે મેં સકલ્પ કરેલો એક દિવસ એવો આવશે જ્યારે ભારતના વિઝા મેળવવા માટે લોકોની લાઇન લાગશે.