fbpx

કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતી BJPએ દિલ્હીમાં પૂર્વ CMના દીકરાઓને ટિકિટ આપી

5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અને 8 તારીખે પરિણામ આવવાના છે, એવામાં શનિવારે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, તેણે બધાને ચોંકાવી દીધા છે, કારણ કે પરિવારવાદની વિરુદ્ધમાં હંમેશાં વાત કરતી ભાજપે દિલ્હીના 2 પૂર્વ CMના પુત્રને ટિકિટ આપી દીધી છે. એક મદનલાલ ખુરાના પુત્ર હરીશ ખુરાના અને સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. ખુરાનાને ટિકિટ આપવા પાછળ પંજાબી વોટર્સ અને પરવેશ વર્માને ટિકિટ આપવા પાછળ ઝાટ વોટર્સને ધ્યાનમાં લેવાયા છે. હરિશ ખુરાનાને પશ્ચિમ દિલ્હીથી અને પરવેશ વર્માને નવી દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. પરવેશ વર્માનો મુકાબલો પૂર્વ CM અરવિંદ કેજરીવાલ સામે થશે.

Leave a Reply