fbpx

પ્રાંતિજ ના લીમલા ના આધેડ મહિલાના થેલામાંથી નજરચુકવી દાગીનાની ચોરી 

પ્રાંતિજ ના લીમલા ના આધેડ મહિલાના થેલામાંથી નજરચુકવી દાગીનાની ચોરી 

– સોનાનો હાર , બુટ્ટી તથા હેર સાથે ચારતોલા અંદાજે ૧.૨૦.૦૦૦ ના દાગીનાની ચોરી 

– અજાણ્યો રીક્ષા ચાલક તથા રીક્ષા મા બેઠેલ પેસેન્જરે નજર ચુંકવી દાગીના ની ચોરી કરી 

– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી 

           

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના લીમલા ના આધેડ મહિલાના થેલામાંથી નજરચુકવી સોનાના દાગી નાની ચોરી કરી લઈ જતા આધેડ મહિલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યો રીક્ષા ચાલક તથા રીક્ષામા બેઠલ પેસેન્જર સામે પોલીસ ફરિયાદ કરી 

   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના લીમલા ખાતે રહેતા મહિલા આધેડ કૈલાશ બેન અમૃતભાઈ નાયી કે જેવો રીક્ષામા બેસીને હિંમતનગર-અમદાવાદ અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ કમાલપુર પાસેથી જતા હતા તે દરમ્યાન તેઓની પાસેના થેલામા રહેલ સોનાનોહાર , બુટ્ટી તથા હેર સાથે ચાર તોલાનો આશરે કિંમત ૧,૨૦,૦૦૦ ના દાગીના અજાણ્યો રીક્ષા ચાલકે તથા તેમા બેઠેલ પેસેન્જરે કૈલાશ બેનના થેલામાંથી સોનાનો હાર સહિત ના દાગીના કોઇપણ રીતે નજર ચુકવી ચોરી કરી લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા આધેડ મહિલા કૈલાશ બેન અમૃતભાઈ વકતાભાઇ નાયી રહે.લીમલા વચવાળો દરબારવાસ ભાથીજી મંદિર ની સામે તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક તથા રીક્ષા મા બેઠેલ પેસેન્જર વિરૂધ્ધ આઇપીસીકલમ-૩૦૩ (૨) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ મનિષ કુમાર બલભદ્ર સિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે 

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply