fbpx

પ્રાંતિજ ટોલનાકા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 

પ્રાંતિજ ટોલનાકા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 

– કાર ,વિદેશી દારૂ સહિત કુલ-૮,૪૯,૧૪૧ નો મુદ્દામાલ ઝડપી પાડયો 

– બાતમી ના આધારે દારૂ ભરેલ કાર ઝડપી પાડી 

– કુલ છ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી 

– અમદાવાદ ના પોલીસ કર્મી સહિત પોલીસ ફરીયાદ 

           

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસેથી રાજસ્થાન તરફથી વિદેશીદારૂ ભરી ને આવતી કારને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્રારા ઝડપી પાડી 

  પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે થી બાતમી ના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્રારા વિદેશીદારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી જેમા કારમાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલો / ટીન મળી કુલ ૧૨૩૧ નંગ જેની કિંમત-૩,૪૮,૧૪૧ , બલેનો કાર  જેની કિંમત- ૫,૦૦,૦૦૦ , જી.પી.એસ ડિવાઇસ નંગ-૧ જેની કિંમત-૧૦૦૦ મળી કુલ-૮,૪૯,૧૪૧ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુલ વોન્ટેડ છ વિરૂધ્ધ ગુનોનોધ્યો હતો જેમા સત્યપ્રકાશ ઉર્ફે બાબુ સોની રહે.નરોડા, અમદાવાદ શહેર , જયેશ નારાયણ રાજપુત રહે.બાપુનગર અમદાવાદ શહેર , રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ ભગીરથસિંહ રાજપુત રહે કૃષ્ણનગર, અમદાવાદ શહેર , પોલીસ વાળા શૈલેષભાઈ ચમનભાઇ ગીવાણી રહે. અમદાવાદ શહેર , કાર ચાલક , કલીનર સહિત આઇપીસીકલમ ૬૫(એ) (ઇ), ૧૧૬, ૮૧, ૮૩, ૯૮(૨) તથા બી.એન.એસ કલમ-૩૩૬(૨), ૩૪૦ (૨), ૩૪૧(૨),૩૪૧(૩)  મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ દ્રારા હાથ ધરવામા આવી હતી 

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply