fbpx

ટ્રાફિક જવાને અટકાવ્યા તો મહિલા PI કહે- હું પણ પોલીસમાં જ છું મને જવા દે…

Spread the love

લોકો પાસે ટ્રાફિક નિયમન કરવાનું કામ પોલીસનું છે અને પોલીસ જ જો એનું પાલન ન કરે તો પછી પ્રજાનો વાંક કેવી રીતે કાઢી શકાય? જુનાગઢમાં એક ટ્રાફીક બ્રિગેડે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ એક મહિલાને અટકાવ્યા તો મહિલાએ રોફ ઝાડીને કહ્યું કે, હું પણ પોલીસમાં જ છું મને જવા દે.

મહિલાએ કહ્યું કે, હું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેકન્ડ PI છુ, એટલે તું માપમાં રહેજે. મહિલાએ પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.

ટ્રાફીક બ્રિગ્રેડે કહ્યું કે, બહેન, નિયમનું પાલન તો કરવું પડે ને,પબ્લિક જોશે તો શું વિચારશે? મહિલાએ કહ્યું કે, પબ્લિકને કહી દેવાનું કે મારા સાહેબ હતા એટલે જવા દીધા. મહિલાએ કહ્યું કે, બહેન બહેન બોલમાં હું તારી સાહેબ છું.

error: Content is protected !!