મધ્ય પ્રદેશના ઇન્દોરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઇન્દોર મહાનગર પાલિકાના ભાજપના એક કોર્પોરેટરે બીજા કોર્પોરેટરના ઘરે 60 માણસોને હથિયાર સાથે લઇ જઇને હુમલો કર્યો અને ઘરમાં તોડફોડ કરી હતી અને બીજા કોર્પોરેટના પુત્રને ઘરમાં નગ્ન કરી દીધો હતો. ભાજપે હુમલો કરનાર કોર્પોરેટરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
ઇન્દોરના ભાજપના કોર્પોરેટર જીતુ યાદવે પોતાની જ પાર્ટીના કોર્પોરેટર કમલેશ કાલરાના ઘરે 60 માણસો લઇ જઇને હુમલો કર્યો, કમલેશ કાલરાને માર માર્યો અને પરિવારના સભ્યો સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરી હતી. કમલેશ કાલરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાજપે જીતુ યાદવ સામે તાત્કાલિક પગલાં લીધા છે તેને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.