ગુજરાતના કચ્છમાં એક ગાય પ્રેમી મેઘજીભાઇ હીરાણી તેમના પુત્ર અને પુત્રીના લગ્ન કરી રહ્યા છે. તેમાં ઘણી અનોખી વાત સામે આવી છે. કંકોત્રી ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓ મિક્સ કરીને બનાવવામાં આવી છે.
લગ્નમાં દીકરીનો શ્રૃંગાર પંચગવ્ય દ્વારા બનાવવામાં આવેલી વસ્તુથી કરાશે. માંડવાની આજુબાજુ ગાયનું મંદિર અને રાધા ક્રિષ્ણાનું પ્રતિકાત્મક મંદિર બનાવવામાં આવશે. દીકરીને કન્યાદાનમાં ગાય દાનમાં આપવામાં આવશે અને 108 જુદી જુદી જાતના રોપા બનાવવામાં આવશે.
લગ્નમાં કોઇ પણ રીતે પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાના નથી.
મેઘજીભાઇએ લગ્ન પ્રસંગમાં આવનારા મહેમાનો માટે પણ નિયમો બનાવ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબના વસ્ત્રો પહેરીને જ લગ્નમાં આવી શકાશે. ટુંકા વસ્ત્રો કે ભપકદાર વસ્ત્રોમાં આવશો તો લગ્ન માણવા નહીં મળશે.