fbpx

ટાટાની આ APP ઘરે બેઠા બેઠા ફિક્સ ડિપોઝીટ પર 9.1 ટકા સુધી વ્યાજની સુવિધા આપશે

સવારની પહેલી ચા હોય કે રાતનું ડિનર હોય, ઘરની રસાઇ હોય કે ફલાઇટની મુસાફરી હોય, બધી જ જગ્યાએ તમને ટાટાના પ્રોડક્ટસ મળશે. હવે ટાટાની ફિનટેક કંપની પણ નવી પ્રોડક્ટ લાવી છે.

ટાટા ડિજિટલ કંપની Tata Neu અનેક ફાયનાન્શીઅલ પ્રોડક્ટસ અને રિટેલ પેમેન્ટ ગેટવેની સુવિધાની સાથે હવે ફિક્સ ડિપોઝીટની પણ સર્વિસ આપશે.

Tata Neu App પર કેટલીક બેંકો અને NBFCની યાદી મુકવામાં આવશે જેમાંથી ગ્રાહકોને 9.1 ટકા સુધીનું વ્યાજ ફિક્સ ડિપોઝીટ પર મળી શકશે. ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકાશે. સાથે ગ્રાહકોને DICGCનો 5 લાખનો વિમો મળશે, જેને કારણે રોકાણ થયેલી રકમ સુરક્ષિત રહી શકશે. બેંકની જેમ ખાતું ખોલાવવાની જરૂર નહીં રહે.

Leave a Reply