fbpx

હર્ષ સંઘવીએ બહેનોને સોસાયટીમાં ધોકો લઇને ઉતરવાની સલાહ કેમ આપી?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે મહિલાઓને ધોકો લઇને સોસાયટીમાં ઉતરવાની સલાહ આપી હતી. સંઘવીએ કહ્યું કે, સોસાયટીની નીચે અને ગલીના નુક્કડ પર ઘણા લોકો ભેગા થઇને મોટી મોટી ફેંકતા હોય છે અને સાથે પાનની કે માવાની પિચકારી મારીને સોસાયટીને ગંદી કરતા હોય છે.

 હર્ષ સંઘવીએ કહ્યું કે, જો આ અટકાવવું હોય તો બહેનોએ ધોકો લઇને નીચે ઉતરવું એટલે પાન-પિચકારી બંધ થઇ જશે અને ભાઇઓ વહેલા ઘરે આવતા થઇ જશે. ધીમે ધીમે માવા-ગુટકાની આદત પણ છુટી જશે.

સંઘવીએ કહ્ય કે, બાળકોને મોબાઇલથી છુટકારો આપવો હોય તો તેમને અડધો- પોણો કલાક રમવા માટે લઇ જાઓ.

Leave a Reply