પોતાને દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી હોવાનો દાવો કરતી અને પોતાને અલગ પાર્ટી તરીકે ગણાવતી ભાજપમાં હવે બદલાવ જોવા મળી રહ્યા છે.નવી લોકસભાના રચનાને 6 મહિનાથી વધુ સમય થયો પણ એકપણ વખત ભાજપ સંસદીય દળની બેઠક મળી નથી. પાર્ટી સંસદીય બોર્ડની બેઠક પણ ઓછી થઈ ગઈ છે અને કેન્દ્રીય ચૂંટણી કમિટીનો પાવર પણ ઓછો થઈ ગયો છે. જાણકારોનું કહેવું છે ભાજપમાં બધા નિર્ણય માત્ર PM મોદી અને અમિત શાહ જ લે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ ડૂબી ગઈ હતી, કારણ કે હાઇકમાન પાવરફૂલ થયા પછી બધા રાજ્યનું નેતૃત્વ પાંગળું થઈ ગયું હતું.