પ્રાંતિજ ના વદરાડ ખાતે ગાળો બોલી જપાજપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ
– વિજ બીલની ઉધરાણી કરવા ગયેલ કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ થઈ
– કુલ ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વદરાડ ખાતે વિજબીલ ની ઉધરાણી કરવા ગયેલ કર્મચારી દ્રારા મા-બહેન સામે વિભત્સ ગાળોબોલી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ યુ.જી.વી.સી.એલ મા નોકરી કરતા ગજેન્દ્રસિંહ રાઠોડ વદરાડ ગામમા આવેલ ગણેશ જલ પાણીના પ્લાન્ટ નું ઇલેક્ટ્રીક બીલ બાકી હોઇ જે બીલની ઉઘરાણી કરવા જતા અમરસિંહ જહુરસિંહ ઝાલા એ ચેક થી તથા રોકડા રૂપિયા થી બીલ ભરવાનુ કહેવા છતાંય વિજ કર્મચારી ગજેન્દ્રસિંહ રાઠોડ મા-બહેન સામે બિભસ્ત ગાળો-બોલી માર મારવાની ધમકી આપી તથા ગજેન્દ્રસિંહ રાઠોડ નુ ઉપરાડુ લઈ હર્ષ વર્ધનસિંહ પ્રવિણસિંહ રાઠોડ , અંશુમનસિંહ પ્રવિણસિંહ રાઠોડ , અશ્વિનસિંહ રાઠોડ ત્રણેય જણા લાકડીઓ લઈ આવી અમરસિંહ જહુરસિંહ ને ગડદાપાટુ નો માર મારતા તેવોને છોડાવવા જહુરસિંહ પુંજસિંહ ઝાલા તથા ચંપાબેન જહુરસિંહ ઝાલા , પારૂલબેન વચ્ચે પડતા પડતા ગજેન્દ્રસિંહ , હર્ષ વર્ધનસિંહ , અંશુમનસિંહ , અશ્વિન સિંહ ચારેય જણા તેઓની સાથે પણ જપાજપી કરી અમરસિંહ ઝાલા તથા જહુરસિંહ, ચંપાબેન ને શરીરે ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અમરસિંહ જહુરસિંહ ઝાલા રહે.મહાદેવ મંદિર નજીક વદરાડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગજેન્દ્રસિંહ રાઠોડ , હર્ષ વર્ધનસિંહ પ્રવિણસિંહ રાઠોડ , અંશુમનસિંહ પ્રવિણસિંહ રાઠોડ , અશ્વિનસિંહ રાઠોડ તમામે-તમામ રહે. શાન્તીપુરા તા . પ્રાંતિજ , જિ. સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ -૧૧૫ (૨) , ૩૫૨, ૩૫૧ (૩) , ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ ગુનો નોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
