
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ શપથ લીધા અને ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા. સુરતની એક ડાયમંડ કંપનીએ 47 વર્ષને ધ્યાનમાં રાખીને 4.7 કેરેટનો એક લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
સુરતની ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ D કલરનો 4.70 કેરેટનો ડાયમંડ તૈયાર કર્યો છે. ગ્રીન લેબના સ્મિત પટેલે કહ્યું કે, આ ડાયમંડ અમે ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.પટેલે કહ્યું કે, 5 રત્નકલાકારોએ 60 દિવસ મહેનત કરીને આ ડાયમંડ તૈયાર કર્યો છે, જે એક અનોખી ક્રિએટીવિટી છે. આજ કંપનીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જીલ ડાયમંડને અમૂલ્ય લેબગ્રોન ડાયમંડ ભેટ આપ્યો હતો.

