fbpx

મુંબઇમાં ગચ્છાધિપતિ શ્રી વિજય પૂણ્યપાલ સૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

Spread the love

તપાગચ્છાધિરાજ આચાર્ય શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના સુવિશાળ સાધુ- સાધ્વી સમુદાયના ગચ્છાધિપતિ મધુરભાષી, પ્રવચન પ્રદીપ મહારાષ્ટ્ર શાર્દુલ પૂ. આચાર્ય વિજય પૂણ્યપાલ સૂરીશ્વર મહારાજ 23 જાન્યુઆરીને ગુરુવારે અત્યંત સ્વસ્થતા સાથે સમાધિપૂર્વક મુંબઇના મુલંડમાં સ્વર્ગવાસી બન્યા છે. આ સમાચારે જૈન સમાજને મોટો આંચકો આપ્યો છે.

પૂજ્ય શ્રી સૌરાષ્ટ્રના ગાધકડા ગામના વતની હતા. માત્ર 8 વર્ષની વયે તેમના પિતાએ તેમને જૈન સાધુ સંતો પાસે દીક્ષા અપાવી હતી અને ત્યાર બાદ તેમના માતા-પિતાએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.

શુક્રવારે પૂણ્યદેહની મુંબઇમાં અંતિમયાત્રા નિકળી ત્યારે જૈન સમાજના લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા

error: Content is protected !!