
જિંદગીમાં કઇંક કરવા કે શિખવા માટે કોઇ ઉંમર હોતી નથી. સામાન્ય રીતે લોકો 50 વર્ષની ઉંમરે જ પોતાની નિવૃતિનો પ્લાન બનાવી દેતા હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળના કમરકિતા ગામમાં જન્મેલા કૃષ્ણદાસ પોલે 60 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને મોટી સફળતા મેળવી.
કૃષ્ણદાસ પોલે 2002માં શુગર ફ્રી બિઝનેસનો ધંધો શરૂ કર્યો પરંતુ 2 જ વર્ષમાં તેમને 15 કરોડ રૂપિયાનું નુકશાન થયું. કૃષ્ણદાસે એ પછી બિસ્કીટની 7 નવી વેરાયટી રજૂ કરી અને એ ધંધો જોરમાં ચાલી ગયો. 2008માં 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઇ ગયું હતું. જો કે 2020માં કોરોના મહામારીમાં કૃષ્ણદાસ પોલનું નિધન થયું, પરંતુ તેમના પુત્ર અર્પણે પિતાનો વારસો જાળવીને ધંધો ચાલું રાખ્યો અને આજે 2100 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.
