Z પ્લસ સિક્યોરિટી હોવા છતા કેજરીવાલને પંજાબ પોલીસી સુરક્ષા કેમ જોઇએ છે?

Spread the love

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોત પોતાની રીતે દિલ્હીના ગાદી મેળવવા માટે મહેનત કરી રહી છે. તાજેતરમાં એક મોટી ચર્ચા ઉભી થઇ છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનો સંયોજક અરવિંદ કેજરીવાલને Z પ્લસ સિક્યોરીટી મળેલી છે છતા તેમના માટે દિલ્હી પોલીસના જવાનો પણ સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. પરંતુ પંજાબ પોલીસે આ સુરક્ષા પાછી ખેંચી લીધી છે.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસના કહેવાથી પંજાબ પોલીસની સુરક્ષા હટાવી લેવામાં આવી છે.

સવાલ એ છે કે Z પ્લસ સિક્યોરીટીમાં 60 જવાનો તૈનાત હોય છે છતા અરવિંક કેજરીવાલને પંજાબ પોલીસની સુરક્ષા શું કામ જોઇએ છે?

error: Content is protected !!