
ઓરો યુનિવર્સિટી, સુરતના વિદ્યાર્થી પદ્મજ રાઠોડે ૨૪ અને ૨૫ જાન્યુઆરીના રોજ રાજસ્થાન વિધાનસભામાં આયોજિત “ત્રીજી રાષ્ટ્રીય પર્યાવરણ યુથ પાર્લામેન્ટ (NEYP) 2025” માં પ્રતિનિધિત્વ કર્યું. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય લેવલ પર પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અને સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી ૨૨૦ યુવાઓએ પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણને લગતા વિચારો રજુ કાર્ય હતા ને યુવાઓની ભૂમિકા વિષે માહિતી મેળવી હતી. આ કાર્યક્રમની થીમ “પર્યાવરણ ચેતના: પર્યાવરણ અને સસ્ટેનેબીલીટી” રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ભૂતકાળમાં પ્રાધ્યાપક રહેલા અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના અખિલ ભારતીય સંયોજક ગોપાલજી આર્ય અને અશ્વિની જી શર્મા, આશિષ ચૌહાણ, રાહુલ ગૌર જેવા મહાનુભાવો હાજર રહી ને કાર્યક્રમની શોભા વધારી હતી.

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. પરિમલ વ્યાસ અને ઓરો યુનિવર્સિટી પરિવાર વતી રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ બદલ પદ્મજ રાઠોડ અને બંને નોડલ ઓફિસર ડો. વિજય રાદડિયા અને ડો. અમનદીપ કૌરને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
