યૌન શોષણ કેસમાં આજીવન કેસની સજા કાપી રહેલા આસારામને કોર્ટે તબિયતના આધાર પર વચગાળાના જામીન આપ્યા છે અને આસારામ મંગળવારે અમદાવાદમાં મોટેરા આશ્રમમાં આવ્યો હતો. ત્યારે ભક્તોની ભીડ ભેગા થવા માંડતા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.
આસારામને કોર્ટે જામીન આપ્યા છે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહી, સાધકો સાથે મુલાકાત કરી શકશે નહીં, મીડિયા સાથે વાતચીત કરી શકશે નહી અને આસારામની સાથે જે 3 પોલીસ ગાર્ડ રહેશે તેનો ખર્ચ આસારામે ચૂકવવો પડશે. આસારામને 31 માર્ચ 2025 સુધીના જામીન મળ્યા છે.
આસારામ જોધપુરની જેલમાં હતો ત્યારે તેને અનેક બિમારીઓ થઇ હતી અને કોર્ટને જામીન માટે અરજી કરી હતી. આસારામ આરોપી હોવા છતા ભક્તોને હજુ આસારામમાં આસ્થા છે.
