‘KGF’ના શૂટિંગ દરમિયાન સંજય દત્તે યશને કેમ કહ્યું, ભાઈ મારું અપમાન નહીં કરતો

Spread the love

હાલમાં જ સંજય દત્તનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે, જેમાં ઇવેન્ટ દરમિયાન યશે ફિલ્મ સાથે જોડાયેલી અનેક વાતો કહી, જેમાં તેને જણાવ્યું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત સેટ પર કેવી રીતે કામ કરતો હતો. અહિંયા સુધી કે, સંજયે યશને આ પણ કહ્યું હતું કે, ‘ભાઈ મારું અપમાન ન કરતો.’ સંજયની આ વાતની ઘટના કહેતા યશએ જણાવ્યું કે, ‘જેવી રીતે સંજય દત્તે પોતાના સ્વાસ્થ્યની સાથે આ ફિલ્મ માટે પોતાને કમિટેડ કર્યું છે. તે પ્રશંસાપાત્ર છે.

સાથે જ ‘રોકી ભાઈ’એ ‘અધીરા’ની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તેમાં એમનું ડેડીકેશન જોવા મળે છે. અમે બધા જાણીએ છીએ કે કેવી રીતે તેમને પોતાને એક્શન સિક્વન્સ માટે સમર્પિત કર્યું છે. હું તેના માટે ખૂબ ગભરાયેલો હતો અને મેં બધાને સાવધાન રહેવા માટે કહ્યું હતું, પણ પછી એ મારી પાસે આવ્યા અને કહ્યું, યશ પ્લીઝ, મારું અપમાન ન કરતો. હું કરીશ અને હું આ કરવા ઈચ્છું છું, હું પોતાનું બેસ્ટ આપવા ઈચ્છું છું.’ સંજય દત્ત જે સમયે ‘KGF 2’ની શૂટિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યો હતો.

આ દરમિયાન તેને પોતાની ફિલ્મોની શૂટિંગ કરવી છોડી નથી અને પૂરી મહેનત અને ઉત્સાહ સાથે કામ ખતમ કર્યું હતું. પોતાની વાત ખતમ કરતા સમયે યશે કહ્યું કે, ‘સંજય સર તમે સાચે જ યોદ્ધા છો, તેઓ ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે અને દયાળુ છે, તે મને યશ ભાઈ કહે છે.’

આના પહેલા ફિલ્મ ‘KGF ચેપ્ટર 1’ વર્ષ 2018મા રીલિઝ થઇ હતી અને બીજો ભાગ 2022મા રીલિઝ થયો હતો. આ ફિલ્મને લઈને લોકોની વચ્ચે ક્રેઝ આટલો બધો છે કે, લોકો ત્રણ વર્ષથી આનો ત્રીજો પાર્ટ રીલિઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

error: Content is protected !!