fbpx

65 વર્ષીય પુત્ર બળદગાડુ ખેંચી 92 વર્ષીય માતાને 780 KM દૂર કુંભમાં સ્નાન કરાવશે

Spread the love

સૌથી મોટા ધાર્મિક, આધ્યાત્મિક મહાકુંભ મેળાની એક ઘટનાએ વિશ્વભરના ભક્તોને ભાવુક કરી દીધા છે. અહીં, એક 65 વર્ષનો પુત્ર તેની 92 વર્ષીય માતા સાથે મુઝફ્ફરનગરથી બુલંદશહર થઈને પગપાળા પ્રયાગરાજ જઈ રહ્યો છે. માતા અને ગંગા પ્રત્યે શ્રદ્ધા, ભક્તિના અનોખા સંગમથી લોકો તેની પ્રત્યે લાગણીથી તરબોળ થઇ ગયા છે. ચાલો જાણી લઈએ શું છે આખો મામલો.

મુઝફ્ફરનગરના 65 વર્ષીય વ્યક્તિ ચૌધરી સુદેશ પાલ મલિક ઇન્ટરનેટ પર એક નવી પ્રેરણા બનીને બહાર આવ્યા છે. તેમણે મહાકુંભ મેળામાં તેમની 92 વર્ષીય માતાને પવિત્ર સ્નાન માટે લઈ જવા માટે બળદગાડી પર મુસાફરી કરાવી હતી અને ખાસ વાત એ છે કે, બળદગાડી ખેંચવાનું કામ સુદેશ પાલ મલિકે પોતે કર્યું હતું. તેમનો આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેને જોયા પછી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે.

સુદેશ પાલ મલિકના ઘૂંટણના હાડકા 25 વર્ષ પહેલા ખરાબ થઈ ગયા હતા, જેના કારણે તેમને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી. જોકે, માતાના આશીર્વાદ મળ્યા પછી તેની હાલતમાં સુધારો થયો. પોતાની માતા પ્રત્યેનો આભાર માનવા માટે, તેણે પોતાની માતાને કુંભ મેળામાં લઈ જવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, મલિકને પ્રયાગરાજ પહોંચવામાં 13 દિવસ લાગશે.

અહીં તમને બતાવી દઈએ કે, આ પહેલા પણ સુદેશ મલિક તેની માતા સાથે હરિદ્વારથી ગંગાજળ ખભા પર લઈને મુઝફ્ફરનગર પહોંચ્યો હતો. હવે તેમણે પ્રતિજ્ઞા લીધી છે કે, તેઓ 144 વર્ષ પછી આવી રહેલા આ પ્રયાગરાજ મહાકુંભમાં તેમની માતાને પવિત્ર સ્નાન કરાવશે. દરરોજ તે તેની માતાને બળદગાડીમાં ખેંચીને પગપાળા પ્રયાગરાજ લઈ જઈ રહ્યો છે, જ્યારે 92 વર્ષની ઉંમરના તેમની માતા હર-હર ગંગે અને હર-હર મહાદેવનો જાપ કરતા જોવા મળે છે.

એક વીડિયોમાં, સુદેશ પાલ મલિક તેની માતા સાથે બળદગાડું ખેંચતો જોવા મળે છે. આ દરમિયાન, તેઓ ‘ત્રિવેણી મૈયા કી જય’ અને ‘ત્રિવેણી મહાપ્રયાગ કી જય’ના નારા લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો, અને વપરાશકર્તાઓએ તેના પર સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, ‘દરેક માતા ઈચ્છે કે તેને આવો દીકરો મળે.’ જ્યારે બીજા યુઝરે તેને શુદ્ધ સોનું કહ્યું.

ત્રીજા યુઝરે લખ્યું, ‘આશા છે કે જે લોકો તેમને રસ્તામાં જોશે તેઓ તેમને પાણી અને ખાવાની મદદ કરશે અને થોડી વ્યવસ્થા કરશે.’ આ વિડીયોમાં મલિક તેની માતાની ઇચ્છા પૂરી કરવા માટે પોતાના સંઘર્ષની સાથે સામનો કરતો જોવા મળે છે.

error: Content is protected !!