fbpx

2 દિવસ ગુજરાત ભાજપની બેઠક, જાણો એજન્ડા શું છે?

Spread the love

તાજેતરમાં ચૂંટણી પંચે જુનાગઢ મહાનગર પાલિકા અને 66 નગર પાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની 29 અને 30 જાન્યુઆરી એમ બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે બેઠકની શરૂઆત જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપ નેતાઓ બેઠકમાં સામેલ છે. ગુરુવારે પણ બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારો હાલ જાહેર કરવાને બદલે જિલ્લા અને મહાનગરના હોદ્દેદારોને બોલાવીને તેમને 2-3 કોરા મેન્ડેટ આપી દીધા છે.

error: Content is protected !!