fbpx

ક્ચ્છના 23 ગામોમાં હિંદુઓની વસ્તી કેમ ઘટી રહી છે?

Spread the love

ગુજરાતના કચ્છમાં છેલ્લાં ઘણા સમયથી હિંદુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છમાં 23 ગામોમાં હિંદુઓની વસ્તી હતી. તેમાં પણ 6 ગામો એવા છે કે જ્યાં હવે એક પણ હિંદુ પરિવાર વસતો નથી. નાના ભાગરા, ભટ્ટાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગાડીવંઢમાં એક પણ હિદુ પરિવાર નથી રહેતો.

કચ્છમાં હિંદુઓની વસ્તી ઘટવાને કારણે ઘણી બધી સંસ્થાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, દેશની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિનું નિમાર્ણ થઇ રહ્યું છે. કચ્છથી પાકિસ્તાન બોર્ડર એકદમ નજીક છે.

કચ્છથી હિંદુઓ એટલા માટે પલાયન થઇ રહ્યા છે કે તેમના સંતાનોના લગ્ન નથી થઇ રહ્યા. કોઇ છોકરી ગામડે આવવા તૈયાર નથી. બીજું કારણ એ છે કે, કચ્છમાં ધંધા-રોજગાર નથી માત્ર પશુપાલન છે એટલે લોકો પલાયન કરી રહ્યા છે.

error: Content is protected !!