fbpx

પ્રાંતિજ ખાતે ચકાસણી દરમ્યાન ચાર ફોમ રદ થયા

Spread the love

પ્રાંતિજ ખાતે ચકાસણી દરમ્યાન ચાર ફોમ રદ થયા
– ત્રણ ભાજપ ના ઉમેદવારો ને મેન્ડેડ ના મળતા અને એક અપક્ષ નુ ફોમ રદ થયુ
– હજુએ ૬૪ ઉમેદવારો મેદાન મા
– ૨૦ ભાજપ , ૧૯ કોંગ્રેસ , ૨૨ અપક્ષ , AIMIM-૨ ,આમ આદમી પાર્ટી-૧
– ભાજપ સંગઠન દ્રારા અપક્ષો ને બેસાડવા માટે એડી ચોટીનુ જોર લગાવવામા આવી રહ્યુ છે
– ચાર ફેબુઆરી ફોમ પરત ખેંચવાની છેલ્લી તારીખ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને ઉમેદવારો એ ભરેલ ફોમ ની આજે ચકાસણી કરવામા આવી હતી જેમા ભાજપ નો મેન્ડેડ ના મળતા ત્રણ ફોમ તથા એક અપક્ષ ઉમેદવાર નુ ફોમ રદ થયુ હતુ


   પ્રાંતિજ-તલોદ-ખેડબ્રહ્મા ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને ભાજપ મા મેન્ડેડ વેચણી ને લઈ ને અસંતોષ જોવા મલ્યો હતો જેને લઈ ને ભાજપ ના બળવાખોરો અપક્ષ મા ઉભા થઈ ગયા છે અને આ વખતે ભાજપ ને કોંગ્રેસ નો નહી પણ ભાજપ ના બળવાખોરો નો ભંય સતાવે છે તો બીજી બાજુ ભાજપ દ્રારા ટીકીટ વેચણી મા પ્રાંતિજ ખાતે ભાવસાર સમાજ , મોદી સમાજ , ૫૨ પટેલ સમાજ , પ્રજાપતિ સમાજ , રાવલ સમાજ સહિત ના સમાજોની ટીકીટ કાપતા સમાજ ના લોકો , ભાજપ કાર્યકરો મા પણ નિરાશા જોવા મળી રહી છે તો બીજી બાજુ જિલ્લા સંગઠન સાથે સ્થાનિક સંગઠન દ્રારા ભાજપ ના અસતુષો , સમાજ ના આગેવાનો તથા ભાજપ ના બળવાખોર અપક્ષો ને મનાવવા માટે એડીચોટી નુ જોર લગાવવામા આવી રહ્યુ છે અને સમાજ ના મોભીઓ સાથે પણ મીટીંગો યોજી સમાજ ને મનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે તો બીજી બાજુ સમાજ ના કાર્યકરો ને ભાજપ દ્રારા ટીકીટ કાપતા વિવિધ સમાજો મા લોકો મા રોષ પણ જોવા મળી રહ્યો છે તો ભાજપ દ્રારા હાલતો અપક્ષો ને મનાવવા ખાટલા બેઠક સહિત ની બેઠકો યોજી રહી છે તો તારીખ ૩ ફેબુઆરી ના રોજ ફોમ ચકાસણી કરવામા આવી હતી જેમા ભાજપ નો મેન્ડેડ ના મળતા ત્રણ ફોમ રદ થયા હતા અને એક અપક્ષ ઉમેદવાર નુ ફોમ મા અધુરી માહિતી હોય ફોમ રદ થયુ હતુ આમ કુલ ૬૮ ઉમેદવારી ફોમ માંથી ચાર ફોમ રદ થતા હજુએ કુલ ૬૪ ઉમેદવારો મેદાન મા છે જેમા ભાજપ-૨૦ ,કોંગ્રેસ-૧૯, અપક્ષ-૨૨ , AIMIM-૨ ,આમ આદમી પાર્ટી-૧ સહિત કુલ-૬૪ ઉમેદવારો હજુએ મેદાન મા છે તો ફોમ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૪ ફેબુઆરી હોય આજે ખબર પડશે

પ્રાંતિજ ના ધડી ગ્રામ પંચાયત સદસ્ય માટે ના ચાર ઉમેદવારી ફોમ ભરાયા હતા જેમા બે ફોમ રદ થતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!