

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઇને એક વિમાન ગઇ કાલે અમૃતસર આવી ગયુ હતું 104 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ હતા અને આ બધા ગુજરાતીઓ સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને પોત પોતાના વતન પહોંચી ગયા છે.


જે લોકો ગુજરાત પાછા ફર્યા છે તેમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે છે. ટોટલ 28 ઉત્તર ગુજરાતના છે. એવું જાણવા મળ્યું છે કે કેટલાંક તો 75 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયાનો એજન્ટ પાછળ ખર્ચ કરીને હજુ 1 મહિનાથી 3 મહિના પહેલા જ ગયા હતા, તેમના રૂપિયા માથે પડ્યા છે અને મોઢું નીચે રાખીને ગુજરાત આવી જવું પડ્યું છે.
કેટલાંકને તો મેક્સિકો બોર્ડર પર જ પકડી લેવાયા હતા અને તેમને ડિટેકશન સેન્ટર પર રાખવામાં આવ્યા હતા.

