

આજે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજના મહાકુંભમાં ડુબકી લગાવવા ગયા છે. છેલ્લાં 10 વર્ષમાં PM મોદી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી વખતે તીર્થ યાત્રા કે ધાર્મિક સ્થળે ગયા છે. તેમની આ યાત્રાને કારણે ચૂંટણીમાં શું ફાયદો થયો?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014થી અત્યાર સુધીમાં લગભગ 11 વખત યાત્રાએ ગયા છે, તેમાંથી 8માંથી 6 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી છે. એકાદ બે ચૂંટણીને બાદ કરતા પ્રધાનમંત્રી મોદીની ધાર્મિક યાત્રા ફળી છે.
2019માં લોકસભાની ચૂંટણીના છેલ્લાં તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું તે વખતે PM મોદી કેદારનાથ ગયા હતા અને ભાજપને 303 બેઠકો મળી હતી. ભાજપ બહુમતીથી જીત્યું હતું અને કેન્દ્રમાં ફરી સરકાર બનાવી હતી.

