

અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને હાથકડી પહેરાવીને પરત લેવાયા એ મુદ્દે ભારો હોબાળો મચેલો છે. વિપક્ષોએ રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરને 5 સવાલો પુછાયા હતા.


વિદેશ મંત્રીએ કેટલાંક સવાલાનો પાંગળો જવાબ આપ્યો હતો. વિપક્ષોઓ પુછ્યું હતું કે, શું સરકારને ખબર હતી કે ભારતીયોને અમેરિકાથી પાછા મોકલી દેવાના છે? જયશંકરે કહ્યુ કે, હા સરકારને ખબર હતી. બીજો સવાલ એ હતો કે ભારતીયોને હાથકડી કેમ પહેરાવી? વિદેશ મંત્રીએ જવાબ આપ્યો કે એ અમેરિકાની પોલીસી છે. ત્રીજો સવાલ હતો કે PM મોદી અને ટ્રમ્પ વચ્ચેની મિત્રતા ડિપોર્ટેશન રોકી ન શકી? જયશંકરે કહ્યું કે, આવું પહેલીવાર બન્યું નથી 16 વર્ષમાં 15,652 લોકોને અમેરિકાથી પાછા મોકલાયા છે.
ચોથો સવાલ ભારતીય સાથે આતંકવાદી જેવું વર્તન કેમ કરાયું? જયશંકરે કહ્યુ કે, અમે અમેરિકાની સરકાર સાથે સંપર્કમાં છીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ભારતીયો સાથે ર્દુવ્યવહાર ન થાય. પાંચમો સવાલ શું સરકાર જાણે છે કે, અમેરિકામાં 7 લાખ 25,000 ભારતીયો ગેરકાયદે વસે છે? વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતથી આવેલા લોકોને એ પુછવામાં આવશે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા અને એજન્ટ કોણ હતું, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.

