હું જ્યારે જેલમાં હતો ત્યારે મને સારી ઊંઘ આવતી હતી: સલમાન ખાન

Spread the love

સલમાન ખાનનો એક ભત્રીજો છે, તેનું નામ છે અરહાન ખાન. તે તેના કેટલાક મિત્રો સાથે મળીને એક U-Tube ચેનલ ચલાવે છે. જેનું નામ Dumb Biryani છે. મૂળભૂત રીતે, તે આજની ફેશનને અનુસરીને તેની ચેનલ પર પોડકાસ્ટ કરે છે. સલમાને પણ તાજેતરમાં આ પોડકાસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં તે આરામથી બેસીને અરહાન જેવા ઘણા યુવાનોના પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. સલમાન કહે છે કે, તે કહેવાતી પ્રેરક વાતો સાથે સહમત નથી. તેણે કહ્યું કે જો કંઈક કરવું જ હોય તો તો તેના માટે કોઈ પ્રકારનું બહાનું ન બનાવો, બસ તે કરી નાંખો.

આ પોડકાસ્ટના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે આજની પેઢીને બ્રેકઅપ જેવા મુદ્દાઓનો સામનો કેવી રીતે કરવો તેનું જ્ઞાન પણ આપી રહ્યા છે. સલમાન કહે છે, ‘જો તમારે ખરેખર કંઈક શીખવું હોય તો ઝાડ કે દિવાલ પાસેથી શીખો. હા, તમારે તમારા શિક્ષકોનું સાંભળવું જોઈએ. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે, તમારે શિસ્તમાં રહેવાનું છે.’

પ્રેરણાત્મક વાતો વિશે વાત કરતાં સલમાને કહ્યું, ‘હું પ્રેરણાત્મક વાતો જેવી બાબતોમાં માનતો નથી. ઉઠો, મોં સાફ કરો અને નીકળી પડો. કોઈને પણ જીમમાં જવું કે કંઈક શીખવું ગમતું નથી, તે પીડાદાયક છે. પણ તમારે તમારી જાતને એવી સ્થિતિમાં મૂકવી પડશે જ્યાંથી તમે કંઈક સારું મેળવી શકો.’

સલમાને આગળ કહ્યું, ‘જ્યારે આપણે કોઈ પણ રમત રમીએ છીએ, ત્યારે આપણે થાકી જઈએ છીએ. પછી આપણે ચિત્રકામ શરૂ કરીએ છીએ અને આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે. આપણે તે કામ વારંવાર કરવા માંગીએ છીએ. આજકાલ આપણે એ ઉત્સાહ ગુમાવી દીધો છે. આપણે એ ઉત્સાહ જાળવી રાખવો પડશે. જો તમે આ ઉત્સાહ છોડી દેશો, તો તમે તમારી ઉંમર કરતાં મોટા થઈ જશો અને આવું ક્યારેય ન થવું જોઈએ. તમારે ક્યારેય એમ કહેવાની જરૂર નથી કે હું થાકી ગયો છું… તેના બદલે, ઉઠો અને કંઈક કરી બતાવો. એવું ના કહો કે મને ઊંઘ નથી આવતી… એવું કંઈક કરો જેનાથી તમને થાક લાગે અને પછી તમે શાંતિથી સૂઈ શકો.’

ઉદાહરણ આપતાં, સલમાને તેની ઊંઘ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, ‘હું ફક્ત થોડા કલાકો જ સુવ છું. મહિનામાં ફક્ત એક જ વાર એવું બને છે કે હું દિવસમાં 7-8 કલાક સુવ છું. ક્યારેક, જો મને થોડો પણ વિરામ મળે, તો હું થોડી મિનિટો માટે પણ સૂઈ જાઉં છું. જ્યારે મારી પાસે કંઈ કરવાનું ન હોય ત્યારે હું ફક્ત સૂઈ જાઉં છું. જ્યારે હું જેલમાં હતો, ત્યારે મને ખૂબ સારી ઊંઘ આવતી હતી. જ્યારે વિમાનમાં બેઠો હોઉં ત્યારે પણ હું સૂઈ જતો, કારણ કે તે સમયે હું કંઈ કરી શકતો નથી. મારા હાથમાં ત્યારે કંઈ જ નથી હોતું.’

સલમાને કહ્યું, ‘બહાના ના બનાવો. મારા પગ દુખે છે, માથું દુખે છે. હું સૂતો નથી. મારી ગર્લફ્રેન્ડ મને છોડી ગઈ, કોઈ વાંધો નથી. રૂમમાં જાઓ અને રડી લો, વાત પૂરી કર. બહાર નીકળી જાઓ. મૂળભૂત રીતે, એવો કોઈ માણસ નથી જેણે ભૂલો ન કરી હોય. પરંતુ વારંવાર એક જ ભૂલ કરવી યોગ્ય નથી. આવા માણસોને તમારાથી દૂર રાખો.’

ચાલો કંઈ નહીં, આ દિવસોમાં સલમાન તેની ફિલ્મ ‘સિકંદર’ પર કામ કરી રહ્યો છે. દિગ્દર્શક A.R. મુરુગાદોસ સાથે આ તેનો પહેલો સહયોગ છે. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદના પણ હશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

error: Content is protected !!