

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફરી ફોર્મ મેળવી લીધું છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોહિતના બેટથી રન નહોતા બની રહ્યા. પરંતુ ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝની બીજી મેચમાં રોહિતે સદી ફટકારી હતી. 90 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. આ ઈનિંગની મદદથી ભારતે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સીરિઝ જીતી લીધી. પહેલા રમતા ન્યૂઝીલેન્ડે 304 રન બનાવ્યા હતા.


ભારતીય કેપ્ટને મેચ બાદ કહ્યું, ‘મને બેટિંગ કરવામાં અને ટીમ માટે રન બનાવવાની મજા આવી. આ એક મહત્ત્વપૂર્ણ સીરિઝ છે. પરંતુ હું કેવા પ્રકારની બેટિંગ કરવા માંગુ છું, તેના માટે એક પ્લાન બનાવ્યો હતો કે વનડેમાં કેવી રીતે બેટિંગ કરવી જોઈએ. આ ફોર્મેટ T20થી અલગ છે, ટેસ્ટ કરતા નાનું છે. હું લાંબા સમયથી બેટિંગ કરવા માંગતો હતો અને મારું ફોકસ ત્યાં જ હતું. મેં મારી જાતને તૈયાર કરી હતી. સ્ટમ્પ તરફ આવતા બોલનો સામનો કેવી રીતે કરવો, કેવી રીતે ગેપ શોધવો. જ્યારે તમે કાળી માટીની પીચ પર રમો છો, ત્યારે પિચ પર સ્કિડ થાય છે, તેથી તે મહત્વનું છે કે તમે બેટનો સંપૂર્ણ ફેસ બતાવો.

રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. રોહિતે યુવા બેટ્સમેન અને વાઇસ કેપ્ટન ગિલની પ્રશંસા કરી હતી. રોહિતે કહ્યું- મને ગિલ અને પછી શ્રેયસનો સારો સપોર્ટ મળ્યો. અમે એકબીજા સાથે બેટિંગ કરવાની મજા લઈએ છીએ, ગિલ એક ઘણો સારો ખેલાડી છે. મેં તેને નજીકથી જોયો છે અને તે પરિસ્થિતિથી ડરતો નથી. જો હું ખોટો ન હોઉં તો આંકડાઓ એ જ છે.

બારાબતી સ્ટેડિયમમાં, ડાબા હાથના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી અને 35 રનમાં ત્રણ વિકેટ લીધી, જેના કારણે ભારતે મધ્ય ઓવરોમાં તેની પકડ મજબૂત કરીને ઇંગ્લેન્ડને 49.5 ઓવરમાં 304 રનમાં આઉટ કરી દીધું. ત્યારબાદ ભારતે રોહિતની 12 ચોગ્ગા અને 7 છગ્ગાની 90 બોલની ઈનિંગથી આ લક્ષ્યાંક 44.3 ઓવરમાં છ વિકેટે 308 રન બનાવીને હાંસલ કર્યો હતો.


