

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. માનવાધિકાર પંચે રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણીઓ કર્યા પછી રણવીર ટ્રોલર્સના નિશાન પર આવી ગયો છે.

રણવીરે આ શોમાં ખૂબ જ ખરાબ સવાલ સ્પર્ધકને કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, શું તું તારા માતા-પિતાને આખું જીવન રોજ સેક્સ કરતો જોવા માગે છે અથવા એકવાર તેમાં શામેલ થઈને તેને હંમેશાંને રોકવા માગે છે

સોશિયલ મીડિયા પર લોકો રણવીર અલ્હાબાદિયાની ટીકા કરી રહ્યા છે. તેની ટિપ્પણીઓ પછી તે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રણવીરની ટિપ્પણીઓનું ધ્યાન લીધું છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે.
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે પણ રણવીરના નિવેદનની નિંદા કરી છે. મામલો કાબુ બહાર જતો જોઈને રણવીરે માફી માંગી છે. તેણે કહ્યું, ‘તે તેના નિવેદન માટે કોઈ સફાઈ આપશે નહીં, તે ફક્ત માફી માંગે છે.’

યુટ્યુબરે X પર વિડીયો શેર કર્યો અને કહ્યું, ‘મારી ટિપ્પણી અયોગ્ય હતી. તે રમુજી પણ નહોતું. કોમેડી મારી શૈલી નથી. હું ફક્ત માફી માંગવા માંગુ છું. ઘણા લોકોએ પૂછ્યું કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરીશ? જવાબમાં, હું કહીશ કે હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ બિલકુલ કરવા માંગતો નથી. જે કંઈ થયું તેનું હું કોઈ સમર્થન નહીં આપું. હું ફક્ત માફી માંગવા માંગુ છું. મેં નિર્ણય લેવામાં ભૂલ કરી. મેં જે કહ્યું તે સારું નહોતું. મારો પોડકાસ્ટ બધી ઉંમરના લોકો જુએ છે. હું એવી વ્યક્તિ બનવા માંગતો નથી જે આ જવાબદારીને હળવાશથી લે.’
તેણે કહ્યું, ‘મારે તે પ્લેટફોર્મનો વધુ સારી રીતે ઉપયોગ કરવો જોઈતો હતો. આ આખા અનુભવમાંથી મેં આ જ પાઠ શીખ્યો છે. હું વધુ સારા બનવાનું વચન આપું છું. મેં નિર્માતાઓને વિડિઓનો અસંવેદનશીલ ભાગ દૂર કરવા કહ્યું છે. કદાચ તમે માનવતાના ધોરણે મને માફ કરશો.’

ગીતકાર મનોજ મુન્તાશીરે આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, ‘આ કોમેડીનું સ્તર છે જેણે માનવતાના સ્તરને નીચું લાવ્યું છે. કોવિડ કરતાં પણ વધુ ખતરનાક વાયરસ આપણા મોબાઇલ ફોનમાં પ્રવેશી ગયા છે. આ પિશાચ, આ વિકૃતો, જેમણે આપણી આવનારી પેઢીને મૂલ્યોથી વંચિત રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માતાપિતા માટે ચેતવણી છે, જાગો, નહીં તો તમે તમારા બાળકો અને તમારા મહાન રાષ્ટ્રનો વિનાશ તમારી પોતાની આંખોથી જોશો. આ બધા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.’


