

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળી હોય, પરંતુ આમ આદમી પાર્ટીનો ખેલ બગાડવામાં કોંગ્રેસે મોટી ભૂમિકા ભજવી છે. ગુજરાતનો બદલો કોંગ્રેસે દિલ્હીમાં લઇ લીધો છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હતી ત્યારે ગુજરાતમાં ત્રિશંકુ જંગ થઇ હતી કારણકે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ઉમેદવારો મેદાનમાં ઉતારેલા. તે વખતે જ એવું કહેવાતું હતું કે AAPએ ભાજપની B પાર્ટી છે. AAPને ગુજરાતમાં 13 ટકા વોટ શેર મળ્યા હતા અને કોંગ્રેસને 30 ટકા, ભાજપને 52 ટકા. હવે જો AAP નહીં હતે તો કોંગ્રેસનો વોટ શેર 43 ટકા સુધી પહોંચતે અને ઘણી બધી બેઠકો કોંગ્રેસ જીતી શકતે. AAPએ ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ બગાડેલો તેનો બદલો દિલ્હીમાં લઇ લીધો છે.કોંગ્રેસના ઉમેદવારોએ AAP ઉમેદવારાનો વોટ કાપ્યા છે.


