fbpx

લંડનમાં ભારતીય ભાષાને લઈને નવો વિવાદ, યુકે સાંસદે ઉઠાવ્યો વાંધો

Spread the love

લંડનના વ્હાઈટચેપલ સ્ટેશન પર બંગાળી ભાષામાં નામ દેખાવા સામે યુકેના સાંસદ રુપર્ટ લોવે એ વાંધો વ્યક્ત કર્યો છે. તેમના વાંધો સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક પણ સંમત થયા છે. સાંસદે સોશિયલ મીડિયા પર બંગાળી ભાષામાં લખેલા સાઈન બોર્ડના ફોટા સાથે લખ્યું કે આ લંડન છે અને અહીંના સ્ટેશનોના નામ અંગ્રેજીમાં અને ફક્ત અંગ્રેજીમાં હોવા જોઈએ. આ પોસ્ટ પર મસ્કે કોમેન્ટમાં હા લખીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો.

હકીકતમાં લંડનના વ્હાઈટચેપલ સ્ટેશન પર ત્રણ વર્ષ પહેલાં બંગાળી ભાષાના સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેનો હેતુ પૂર્વ લંડનમાં બાંગ્લાદેશી સમુદાયના યોગદાનને શ્રધ્ધાંજલિ આપવાનો હતો. આ પછી બાંગ્લાદેશી હાઈ કમિશનરે પણ આ સ્ટેશનની મુલાકાત લીધી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં બ્રિટનના મોટાભાગના બંગાળી ભાષી લોકો રહે છે.

યુકે સાંસદની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું, તો ઘણા લોકોએ કહ્યું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બંગાળીઓ રહે છે, તેથી જો તેમના માનમાં એક સાઈનબોર્ડ હોય તો કોઈને તેની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ.

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ લંડનના વ્હાઈટચેપલ સ્ટેશન પર બંગાળી ભાષાના સાઈનબોર્ડની નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે એ જાણીને ગર્વ થાય છે કે લંડન રેલવેએ વ્હાઈટચેપલ સ્ટેશન પર બંગાળી ભાષાને સાઈનેજના રૂપમાં સ્વીકાર કર્યો છે. આ 1000 વર્ષ જૂની ભાષાના વધતા વૈશ્વિક મહત્વ અને શક્તિને દર્શાવે છે. આ દર્શાવે છે કે પ્રવાસી ભારતીયોને સમાન સાંસ્કૃતિક દિશામાં એક સાથે મળીને કામ કરવું જોઈએ. આ આપણી સંસ્કૃતિ અને વારસાનો વિજય છે.

error: Content is protected !!