
પ્રયાગરાજના મહાકુંભમાં 31 દિવસ થયા છે અને અત્યાર સુધીમા લગભગ 45 કરોડ લોકોએ મહાકુંભના પવિત્ર સ્નાનનો લાભ લીધો છે. આવતી કાલે એટલે કે 12 ફેબ્રુઆરીને બુધવારે મહાકુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે લોકોની ભારે ભીડ એકઠી થઇ છે અને લાંબો ટ્રાફીક જામ છે.
પ્રયાગરાજમાં કાબુ બહાર ભીડ થવાને કારણે યોગી આદિત્યનાથે તાત્કાલિક એસટીએએફ ચીફને ખાસ વિમાનમાં મોકલ્યા છે. નવા 55 IPS, IAS, PCS અધિકારીઓની મહાકુંભમાં નિમણુંક કરી દેવામાં આવી છે. સરકારે નવા નિયમો પણ જાહેર કરી દીધા છે. 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સુધી મહાકુંભ મેળામાં કોઇ પણ વાહનોને પ્રવેશ નહીં મળે.

13 તારીખ પછી મહાકુંભમાં ભીડ ઓછી થઇ જશે. ગુજરાતના લોકોને આમ પણ પ્રયાગરાજ પહોંચતા બે દિવસ લાગે છે એટલે ગુજરાતના લોકો મહાકુંભમાં જવા વિચારતા હોય તો જઇ શકે છે.


