
ભારતના જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ શો અત્યારે વિવાદમાં છે અને રૈનાએ આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં શોનું આયોજન કર્યું છે. જો કે ભારે વિવાદ થવાને કારણે એપ્રિલ મહિનામાં યોજાનારા તમામ શો અત્યારે રદ કરી દેવામાં આવ્યા છે.

સમય રૈના યુટ્યુબ પર છેલ્લાં 7 મહિનાથી શો ચલાવે છે. 8 ફેબ્રુઆરીએ મેમ્બર્સ ઓનલી એપિસોડ રજૂ થયો હતો અને તેમાં સમય રૈના ઉપરાંત યુટયુબર રણવીર અલાહાબાદિયા, આશીષ ચંચલાની, કોમેડિયન જસપ્રીત સિંહ અને યુટ્યુબર અપૂર્વા મખીજા હાજર હતા. રણવીર અલહાબાદિયાએ એક કંટેસ્ટન્ટને એવો ભિભત્સ સવાલ પુછ્યો જેને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો અને યુટ્યુબે વીડિયો ડીલીટ કરી દીધો.


