રતન ટાટાના વારસાના 10,000 કરોડ કોને મળ્યા?

Spread the love

દિવગંત અને સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાના વારસાના 10,000 કરોડ રૂપિયા કોને મળશે? રતન ટાટા એંડોમેંટ ફાઉન્ડેશન અને રતન ટાટા ટ્રસ્ટમાં મોટો બદલાવ થવાનો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રતન ટાટાના વારસામાં મળેલા ટાટા ગ્રુપ કંપનીઓના શેર્સ આ બે ટ્રસ્ટ પાસે છે અને હવે આ ટ્રસ્ટનું પુર્નગઠન થવાનું છે. અત્યાર સુધી રતન ટાટા પોતે આ ટ્રસ્ટ સંભાળતા હતા.

રતન ટાટાની બે સાવકી બહેનો શિરિન જીજીભોય અને ડીયાના જીજીભોય અને સાવકા ભાઇ નોએલ ટાટા આ ટ્રસ્ટના બોર્ડમાં સામેલ થશે. જેને કારણે ટાટા પરિવારના લોકોનું ગ્રુપમાં યોગદાન બની રહેશે. રતન ટાટાના જે શેરો છે તેની અંદાજીત વેલ્યુ 10,000 કરોડ છે. રતન ટાટાએ તેમના અવસાનના થોડા સમય પહેલા જ આ ટ્રસ્ટ બનાવેલા.

error: Content is protected !!