
દિલ્હીમાં ભાજપે ચૂંટણી તો જીતી લીધા, પરંતુ આગળનો રસ્તો ભાજપ માટે એટલો સરળ નહીં રહે એવું રાજકારણના જાણકરોનું માનવું છે. સરકાર બનાવ્યા પછી ભાજપ માટે મુશ્કેલી એ ઉભી થઇ શકે કે ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાતો દિલ્હી માટે કરવામાં આવી છે તેની બીજા ભાજપ શાસિત રાજ્યોમાં પણ માંગ ઉઠી શકે છે.

ભાજપે દિલ્હીમાં દર મહિને ગરીબ મહિલાઓને 2500 રૂપિયાનું વચન આપ્યું છે તો હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડની મહિલાઓ પણ માંગ કરી શકે છે. બીજું કે બિહારની ચૂંટણીમાં પણ આવું વચન આપવાનું ભાજપ પર દબાણ રહેશે. આ ઉપરાતં 10 લાખ સુધી સારવાર મફત, યુવાનોને આર્થિક સહાય, સિલિન્ડર પર સબસીડી અને ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા આપવાની વાત બુમરેંગ સાબિત થઇ શકે છે.


